Khergam (Debarpada) : ડેબરપાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો.

  Khergam (Debarpada) : ડેબરપાડા પ્રાથમિક શાળામાં કન્યા  કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો.


તારીખ :27-06-2024નાં દિને ડેબરપાડા પ્રાથમિક શાળામાં કન્યા  કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો.

જેમાં ગાંધીનગરના નાયબ સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના શ્રી ધવલભાઈ એસ.શાહ (DS) અને જિલ્લા કક્ષાના અધિકારી ( એડી.એચ.ઓશ્રી) મયંકભાઇ ચૌધરીના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ શાળાનાં નવા મકાનનું અને ict લેબનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, લાયઝન અઘિકારી અલ્પેશભાઈ પટેલ(ઈનચાર્જ સી.આર.સી.બહેજ ), શાળાનાં પૂર્વ આચાર્યશ્રી તથા ખેરગામ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, પૂર્વ આચાર્યશ્રી શારદાબેન પટેલ, એસ.એમ.સી.નાં અધ્યક્ષ અને સભ્યો, ગ્રામ પંચાયતનાં સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.












Post a Comment

Previous Post Next Post