વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી
‘‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’નો નારો ગુંજતો કરાયો ધરમપુર અને કપરાડામાં કુલ ૧૪ પુરૂષે નસબંધીના ઓપરેશન કરાવ્યા રાજ્ય સરકાર દ્વારા વ્યકિત દીઠ રૂ. ૨ હજારની સહાય ચૂકવાશે માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’ના નારા સાથે વલસાડ જિલ્લામાં તા. ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ધરમપુર અને કપરાડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ‘‘નાનુ કુટુંબ, સુખી કુટુંબ’’ની વાતો દાયકાઓથી ચાલી આવી છે અને વસ્તી વધારો અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવે છે. કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબનો સૌથી વધુ ફાળો છે. કુટંબની આવક અને જીવન ધોરણ ઉંચુ આવે છે. કુટુંબની ઉપર બોજો ઘટે છે અને આર્થિક સધ્ધરતામાં વધારો થાય છે. યોગ્ય શિક્ષણ, યોગ્ય ઉછેર માતા અને બાળકનું તંદુરસ્તમય જીવન સહિતના અનેક ફાયદા છે. સમાજના લોકોને આ ફાયદા સમજાવી જનજાગૃતિ કેળવવા માટે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ તાલુકાઓમાં કુટુંબ નિયોજન વિશે જાગૃતિ લાવવા અને લોકો નાનુ કુટુંબ અપનાવે અને સ્વસ્થ જીવન જીવે તે માટે જાગૃતિ અભિયાન ચલાવાયુ હતું. જે અંતર્ગત વિશ્વ વસ્તી દિવસે પુરૂષ નસબંધી ઓપરેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં કપરાડા તાલુકામાંથી ૯ અને ધરમપુર તાલુકામાંથી ૫ મળી કુલ ૧૪ પુરૂષે NSV (Non Scaipel Vasectomy) ઓપરેશન કરાવ્યું હતું. જેઓને કેસ દીઠ રૂ. ૨૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામિત અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી પુરૂષ નસબંધી કેમ્પ તા. ૧૮ જુલાઈ ૨૦૨૪ના રોજ યોજાશે.વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ---- ‘‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક...
Posted by INFO Valsad GOV on Friday, July 12, 2024