ગુજરાત પોલીસનું ગૌરવ : પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પ્રેરણા તેમજ ડાંગ જિલ્લાની SheTeam ના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે, ડાંગ જિલ્લામાં દીર્ઘકાળથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવાના સફળ પ્રયાસ 'પ્રોજેક્ટ દેવી' ને રાષ્ટ્રીય કક્ષાના "SKOCH" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓ તથા હોમ ગાર્ડ-ગ્રામ રક્ષક દળના જવાનો, તેમજ સહયોગી નાગરિકો અને સવિશેષ સર્વે મીડિયાકર્મીઓનો જિલ્લા પોલીસે અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાત પોલીસનું ગૌરવ - પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસને સન્માનિત કરાઈ : - (ડાંગ માહિતી બ્યુરો):...
Posted by Info Dang GoG on Saturday, July 13, 2024