Valsad :વલસાડની કોમર્સ કોલેજમાં ન્યુ સ્પોર્ટસ અંગે અધ્યાપકોનો રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો

 Valsad :વલસાડની કોમર્સ કોલેજમાં ન્યુ સ્પોર્ટસ અંગે અધ્યાપકોનો રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો 


કોલેજમાં ભણતરની સાથે સ્પોટર્સનું પણ વિશેષ મહત્વ હોવાથી યુવાનોની જરૂરીયાતને પહોંચી વળવા ખાતરી અપાઈ 

NEP-2020 પ્રમાણે સ્પોર્ટ્સમાં બદલાતા આયામો અંગે અધ્યાપકોને જાગૃત કરવા સેમિનારનું આયોજન કરાયુ 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ  

વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના એક્ટીવીટી હોલમાં ‘‘INTRODUCTION OF NEW GAMES AND SPORTS AWARENESS AND INFORMATION’’ વિષય ઉપર રાજ્ય સ્તરીય ફીઝીકલ એજ્યુકેશનના અધ્યાપકોના સેમિનારનું આયોજન કરાયું હતું. 

વલસાડ નૂતન કેળવણી મંડળના સેક્રેટરી કિર્તીભાઈ દેસાઈએ સેમિનારનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે, સ્પોર્ટ્સનું મહત્વ યુવાનો માટે ઘણું છે. દરેક કોલેજના પ્રાધ્યાપકોએ યુવાનોને કોઈપણ જરૂરિયાત સ્પોર્ટ્સ માટે હોય તો મંડળને જણાવવા અનુરોધ કર્યો હતો જેથી મદદ કરી શકાય.  શાહ એન. એચ. કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન.રાણાએ સ્પોર્ટ્સમાં બદલાતા આયામોને લક્ષમાં રાખી સેમિનારનું આયોજન કર્યું હોવાનું જણાવી વધુમાં NEP-2020 પ્રમાણે સ્પોર્ટ્સમાં પણ બદલાવ કરવો રહ્યો અને ભારતીય રમતોને ઓલમ્પિક સુધી લઇ જવાનો પ્રયાસમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'ખેલમહાકુંભ' યોજીને યુવાનોને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી લઇ જવા પણ સ્પોર્ટ્સની અવેરનેસ અને તે બાબતની માહિતી પર ચર્ચા કરવા સેમિનારનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. 

       


    આ સેમીનારમાં KEY NOTE SPEAKER તરીકે દિપકભાઇ પટેલે કરાટે વિશે, અમિત કલસારિયાએ ગ્રેપલિંગ વિશે, ડૉ.પ્રદીપકુમાર લેંકાએ બોક્સિંગ વિશે, પરેશ કોઠારીએ રોલ -બોલ વિશે, સંજય રાણાએ રોલર હોકી વિશે, પમીર શાહે ટેકવાન્ડો વિશે, ડૉ.ધનંજય યાદવ જુડો વિશે તથા મુકેશ પટેલ ટગ ઓફ વોર વિશે માહિતી આપી હતી. ઉદ્દઘાટન સંભારંભમાં જે.પી.શ્રોફ આર્ટસ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.સોનલબેન સરાવિયા ,શાહ કે.એમ.લો.કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.નિકિતાબેન રાવલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સના પ્રાધ્યાપક કેપ્ટન મુકેશભાઈ પટેલે કર્યું હતું. પ્રો. હેમાંગી શાહ, ડૉ.પારસ શેઠ અને પ્રો.દિવ્યાબેન ઢીમ્મરે કાર્યક્રમને સફળતાથી પાર પાડવા પરિશ્રમ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રો.દિવ્યાબેન ઢીમ્મરે કર્યું હતું.  

Post a Comment

Previous Post Next Post