Chikhli|Rumla : માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલએ જાગૃતિ વિદ્યાલય, રૂમલાની મુલાકાત.
તારીખ ૦૧-૦૮-૨૦૨૪નાં દિને જાગૃતિ વિદ્યાલય, રૂમલા ખાતે દરેક વર્ગખંડમાં શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા LED Smart Projector, LCT Lab. જેવા અદ્યતન શૈક્ષણિક સાધનોનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય અને તેમના ઉપયોગથી આગામી પરીક્ષાઓમાં બૉર્ડ લેવલે કઈ રીતે સ્કૂલ માટે શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય એ અંગે શ્રી નરેશભાઇ પટેલે માર્ગદર્શન આપ્યું તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ બાદ ક્યા ક્યા ક્ષેત્રે અભ્યાસની સ્વર્ણિમ તકો છે એ વિશે માહિતગાર કર્યા.