તા.15/11/2023 ની રાત્રે ધરમપુર તાલુકાના આવધા ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની 148 મી જન્મ જયંતિ ઉજવાઇ.
આ કાર્યક્રમ નિમિતે સાંસ્કૃતિક અને જન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જળ જંગલ જમીન બચાવવા માટે સઘર્ષ કરનાર ક્રાંતિકારી યોદ્ધાએ માત્ર 25 વર્ષ ની ઉંમરે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાખનાર, દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર, આદિવાસીઓ માટે આજીવન સઘર્ષ કરનાર મહામાનવ,ધરતી આબા જનનાયક આદિવાસી નેતા ક્રાંતિકારી બિરસા મુંડાજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
જ્યાં ધરમપુર તા. પં. સદસ્ય કલ્પેશભાઈ પટેલ તેમજ કમલેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજનાં આગેવાનો અને આજુબાજુના પધારેલ ગ્રામજનો ઉપસ્થિત રહી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં હતી.