બામટી ઘોઘરપાટી ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

 

બામટી ઘોઘરપાટી ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૪-૧૧-૨ ૦૨૩ની રાત્રે ધરમપુર ના બામટી ઘોઘરપાટી મંદિર ફળીયા કાકાબળીયા મંદિર ખાતે,ઘોરીયા,આદિવાસી ડાન્સ,નાટક જેવી વિવિધ કૃતિઓનું આયોજન અનિલભાઈ અને એમના યુવા સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.

આદિવાસી સંસ્કૃતિ જાળવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજની યુવાપેઢી આદિવાસી પરંપરાથી વાકેફ થાય અને તેનું જતન કરી પોતાના સમાજ માટે તે ઉપયોગી થાય.

જ્યાં હેમંત પટેલ સાથે આયોજક મિત્રોએ  ધરમપુર તાલુકા પંચાયત  સદસ્ય કલ્પેશ પટેલનું સ્વાગત કર્યું તે બદલ તેમણે આયોજક મિત્રોનો  આભાર વ્યક્ત કર્યો હતો.


Post a Comment

Previous Post Next Post