નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.
તારીખ:૨૨-૦૭-૨૦૨૪ થી ૨૪-૦૭-૨૦૨૪ દરમ્યાન નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે જિલ્લાનાં માસ્ટર્સ તજજ્ઞ તાલીમ નવસારી જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમની નિગરાનીમા યોજાઈ હતી.
રાજ્ય લેવલે તાલીમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ તાલુકાના માસ્ટર્સ તજજ્ઞને તાલીમ આપનાર શ્રી શશીકાંતભાઈ ટંડેલ(બી.આર.સી. નવસારી), શ્રીમતી નિમિષાબેન આહીર(બી.આર.પી, ખેરગામ NIPUN ), શ્રીમતી સ્નેહાબેન પટેલ (બી.આર.પી. જલાલપોર NIPUN), શ્રી વિજયસિંહ વાઘેલા (સી.આર.સી. પનાર), શ્રી અમિતભાઈ વડોદરિયા (સી.આર.સી. ફડવેલ, ચીખલી, શ્રી કૃણાલભાઈ પટેલ(ઉ. શિ. તા.વાંસદા), સહિતનાઓએ ત્રણ દિવસ સુધી માહિતીસભર અને પ્રવૃત્તિસભર તાલીમ આપવામાં આવી હતી
તાલીમના ત્રણે દિવસ તાલીમનું પ્રથમ સેશન ધ્યાન,પ્રાર્થના, કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે આ તાલીમ પ્રશિક્ષણના હેતુની ચર્ચા સહ સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાંસદા બીઆરસીશ્રીએ તમામ તાલીમાર્થીઓને આવકાર્યા હતા.
જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમ દ્વારા ત્રણ દિવસ તમામ મોડ્યુલ અને ગુજરાતી ગણિત સંપૂતની પૂરેપૂરી સમજ મેળવવાની વાત કહી હતી.ત્યારબાદ બધા તજજ્ઞ મિત્રોને બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યાં હતાં. જેમાં પ્રથમ વર્ગમાં તજજ્ઞ તરીકે શશીકાંતભાઈ ટંડેલ, નિમિષાબેન આહીર, કૃણાલભાઈ પટેલ જયારે દ્વિતિય વર્ગમાં સ્નેહાબેન પટેલ, વિજયસિંહ વાઘેલા, અને અમિતભાઈ વડોદરીયાએ વિષય આયોજન મુજબ સુંદર રીતે તાલીમનું ભાથું પીરસ્યું હતું.
તજજ્ઞને ફાળવેલ વિષયો અનુસાર ઉપરોક્ત તજજ્ઞ મિત્રો દ્વારા પ્રથમ દિવસે તાલીમ આયોજન મુજબ ચર્ચાપત્રની સમજ, NCF- National curriculum framework, SCF- State curriculum framework, FS - Foundational Stage વિશે માહિતગાર, ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિ, ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિ, જાદુઈ પીટારા, મારો દિવસ જેવા વિષયો પર તજજ્ઞમિત્રોએ પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તાલીમના બીજા દિવસે અધ્યયન સંપુટ ગુજરાતી, ગુજરાતી એકમ પરિચય-૧, પ્રગતિ રજીસ્ટર ગુજરાતી, ગુજરાતી ધોરણ ૧,૨ એકમનું જૂથ કાર્ય, સપ્તરંગી શનિવાર, રમે તેની રમત વિષયો પર પ્રાયોગિક સાથે સમજ આપવામાં આવી હતી.
જ્યારે ત્રીજા દિવસે તાલીમની શરુઆત અધ્યયન સંપુટ ગણિત, ગણિત એકમ પરિચય, પ્રગતિ રજિસ્ટર ગણિત, ગણિત ધોરણ ૧,૨ એકમનું જૂથ કાર્યની પ્રવૃત્તિસહ સમજ આપવામાં આવી હતી છેલ્લા સેશનનાં અંતે તાલીમાર્થીઓ પાસેથી પ્રશ્નાવલી દ્વારા પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.
ત્રીજા દિવસની તાલીમ દરમ્યાન નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ દ્વારા તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન તેમણે આ તાલીમ પૂરેપૂરી સમજ સાથે મેળવવાની વાત કહી હતી. તેમજ જૂન-૨૦૨૪થી અમલમાં આવી શકે તે માટેની વિવિધ ૩૦ અલગ અલગ પ્રકારની અધ્યયન સંપુટ સહાયક અભ્યાસ સામગ્રી કે જેમાં કુલ મળી ૨૫૦૦ જેટલી પેટા સામગ્રી ઉપલબ્ધ છે.તેની ધોરણ ૧ અને ૨નાં તમામ શિક્ષકોને માહિતી હાથવગી હોવી જોઈએની વાત કહી હતી. છેલ્લે રમતમાં રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષાએ ભાગ લઈ વિજેતા બનનાર શિક્ષકશ્રી કૃણાલભાઇ પટેલને અને હીન્દી વિષયમાં પી.એચ. ડીની પદવી મેળવનાર ડૉ. સતીષભાઈ ભોયાનું સન્માન કરી નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.જ્યારે જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમ દ્વારા પણ બંને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્રણે દિવસ વર્ગ સંચાલકો દ્વારા ચા, નાસ્તા અને રુચિકર ભોજનની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.