ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે :
જાહેર હિસાબ સમિતિએ પ્રથમ દિવસે ભેંસકાત્રી, મહાલની મુલાકાત લીધી
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૨૪: ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તારીખ ૨૪ જુલાઈથી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન ત્રણ દિવસ માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ છે.
ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે પઘારેલ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે શ્રીઅન્ન તેમજ પુષ્પગુચ્છ વડે ભાવભીનું સ્વાગત કર્યું હતું.
ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ, પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના ભેંસકાત્રી અને મહાલનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
આ પ્રંસગે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજા, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, દક્ષિણના નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદ રાધા ક્રિષ્ણન, દક્ષિણ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી સુરેશભાઈ મીણા, ઉત્તર વન વિભાગ મદદનીશ વન સંરક્ષક શ્રી કેયુરભાઈ પટેલ, કાલીબેલ આર.એફ.ઓ. શ્રી કે.એસ. કોંકણી તેમજ વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.