Gandevi|Bilimora: બીલીમોરા નગરપાલિકાના પશ્વિમ વિસ્તારમાં સીટી સિવિક સેન્ટરનો ઇ-લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો.

Gandevi|Bilimora: બીલીમોરા નગરપાલિકાના પશ્વિમ વિસ્તારમાં સીટી સિવિક સેન્ટરનો ઇ-લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો.

બીલીમોરા નગરપાલિકાના પશ્વિમ વિસ્તારમાં સીટી સિવિક સેન્ટરના ઇ-લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે હાજરી આપી

નવસારી,તા.૦૩: આજરોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૩૨ નગરપાલિકાઓમાં ૪૫.૪૭ કરોડના ખર્ચે સીટી સિવિક સેન્ટરનું ઇ-લોકાપર્ણ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાના પશ્વિમ વિસ્તારમાં સીટી સિવિક સેન્ટરના ઇ-લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ તથા ધારાસભ્યશ્રી ગણદેવી નરેશભાઇ પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

નૉંધનિય છે કે, નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આવા સિટી સિવિક સેન્ટર્સમાં મિલ્કત વેરા, હોલ બૂકિંગ, વેરા આકારણી અરજી, લગ્ન નોંધણી, વ્યવસાય વેરા અને વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન, જન્મ મરણના દાખલા, ગુમાસ્તાધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે.



Post a Comment

Previous Post Next Post